સુરત: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ‘ગ્રીન જોબ્સ’ અને ‘એડવાન્સ્ડ સ્કિલિંગ’ પર સેમિનાર યોજાયો
Live TV
-
સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના બીજા દિવસે રાજ્ય સરકારના લેબર, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોઈમેન્ટ, રૂરલ ડેવલપમેન્ટ વિભાગના કેબિનેટ મંત્રી કુંવર બાવળિયાના અધ્યક્ષસ્થાને "ગ્રીન જોબ્સ રેવોલ્યુશન ફોર સસ્ટેનેબલ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ” અને “એડવાન્સ્ડ સ્કિલિંગ ફોર ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ (DET)” વિષય પર સેમિનાર અને પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશનના મિશન ડાયરેકટર અને સ્કિલ ડેવલપમેન્ટના ડિરેક્ટર કમલેશ રાઠોડ (આઈ.એ.એસ.) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ઉદ્યોગકારો સાથે સમજૂતી કરારોના આદાન-પ્રદાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં (1) સેન્ટ ગોબેન (Saint Gobain) દ્વારા લેબ ડેવલપમેન્ટ અને શોર્ટ ટર્મ કોર્સિસ માટે ITI બિલિમોરા સાથે, (2) રેલીસ ઈન્ડિયા લિમિટેડ (Rallis India Ltd.) દ્વારા 55" LED ટીવી, પોસ્ટર્સ, વિવિધ ટ્રેડ્સ માટેના સેફ્ટી સાઇન અને સિમ્બોલ્સ – ITI અંકલેશ્વર અને વાલિયા સાથે અને (3) ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ દ્વારા વેલ્ડિંગ મશીન (3 સંખ્યા), એંગ્યુલર ગ્રાઇન્ડર, HP વેલ્ડિંગ ટોર્ચ, રેગ્યુલેટર (ટુ-સ્ટેજ યુરો CO₂), રેગ્યુલેટર (ટુ-સ્ટેજ યુરો આર્ગોન) – ITI જબુંસર સાથે એમઓયુ કરાયા હતા.સેમિનારમાં કેબિનેટ મંત્રી કુંવર બાવળિયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ દૂરંદેશી વિચારથી શરૂ કરાયેલી ગુજરાતની વિકાસ યાત્રાનો મહત્વનો પડાવ છે. પ્રધાનમંત્રી એ ગુજરાતમાં શરૂ કરેલી આ પહેલ આજે સમગ્ર દેશમાં અનુકરણીય બની છે. આજે ગુજરાત વૈશ્વિક રોકાણ અને વિકાસનું કેન્દ્ર બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત માત્ર રોકાણ પૂરતું સીમિત નથી પરંતુ યુવા વર્ગ અને સ્થાનિક ઉદ્યોગને કેન્દ્રમાં રાખી ઉદ્યોગોના વિકાસમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે.
પ્રધાનમંત્રીનો વિશ્વાસ છે કે, વિકાસનો મુખ્ય આધાર યુવા વર્ગના કૌશલ્ય પર છે, આ દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી હોવાનું મંત્રીએ જણાવી વધુમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકી દક્ષિણ ગુજરાતની ૯૨ આઈ.ટી.આઈ.માં 40000 થી વધુ સીટ પર યુવા વર્ગને ઉદ્યોગોની માંગ આધારિત અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગકારો સાથે એમ.ઓ.યુ. કરી પરંપરાગત અને આધુનિકતાનો સમન્વય કરી એ.આઈ. સહિત વિશેષ પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. યુવા વર્ગને રોજગારી મળી રહે તે માટે રોજગાર મેળા યોજાઈ રહ્યા છે. જેમાં હજારો યુવાનોને ઓફર લેટર અપાયા છે. જેના દ્વારા યુવાનો અર્નિંગ વિથ લર્નિંગ (શીખવાની સાથે કમાણી) કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોની દરકાર અંગે મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ટકાઉ વિકાસ ત્યારે સફળ થાય કે જ્યારે શ્રમિકોને પણ આ વિકાસ યાત્રામાં જોડી શકવામાં સફળતા મળે. તેમના દ્વારા જ ઉદ્યોગો સમૃદ્ધ બને છે. યુવા અને મહિલાઓને રોજગાર સાથે જોડી શ્રમિકોને પણ સુવિધા અપાઈ રહી છે. સૌના સાથ, સહકાર અને સંકલ્પથી જ “Make in Gujarat – Skill in Gujarat"ની વૈશ્વિક પહેલ સાકાર થશે. સેમિનારની શરૂઆતમાં ગુજરાત સરકારના એમ્પ્લોઈમેન્ટ એન્ડ ટ્રેનિંગ વિભાગના ડિરેકટર નીતિન સાંગવાન (આઈ. એ.એસ.) દ્વારા સ્વાગત પ્રવચનમાં કર્યું હતું.આ કાર્યક્રમના અપેક્ષિત પરિણામોમાં ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે સહકારમાં વધારો, યુવાનો માટે રોજગાર તકોમાં વૃદ્ધિ, નીતિગત માર્ગદર્શન અને અસરકારક સહયોગનો સમાવેશ થયો હતો. પેનલ ચર્ચાઓમાંથી ઊભા થતા મોડેલ્સ અને ગુજરાતના સ્કિલ ઇકો સિસ્ટમ તથા ભવિષ્ય માટે તૈયાર માનવ શક્તિનું મજબૂત પ્રદર્શન ઊભું કરવા ચર્ચા કરાઈ હતી.
સસ્ટેનેબલ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો માટે ગ્રીન સ્કિલ્સ રેવોલ્યુશન વિષય પર વક્તા મહેશ ગાંભીર, વાઈસ પ્રેસિડેન્ટ, હેડ મેન્યુફેક્ચરિંગ L & D રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., મુંબઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતા માટે અદ્યતન કૌશલ્ય વિકાસ વિષય ઉપર આધારિત પેનલ ચર્ચામાં રેખા નાયર (મોડરેટર) કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી, ગાંધીનગર,સંદીપ ભટ્ટ, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ – HR, બિરલા કોપર, દહેજ,બસાબ કુંડુ, હેડ – પ્રોડક્શન પ્રેશર પાર્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ L & T, MHI પાવર બોઇલર્સ પ્રા. લિ., મનીષ ચૌહાણ, જીએમ (HR) કોર્પોરેટ, NHB બૉલ એન્ડ રોલર લિ., નવસારી, મહેશ માંગુુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ / સ્થાપક અને ચેરમેન, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન / કલિસ્ટા જ્વેલ્સ (ઇન્ડિયા) પ્રા. લિ. અને કલિસ્ટા ગ્રુપ ઓફ કંપનીઝ અને નિશાંત ચૌહાણ, ડેપ્યુટી જનરલ મેનેજર – હ્યુમન રિસોર્સિસ, આસાહી મોદી મટિરિયલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ઝઘડિયા, ભરૂચ, દક્ષિણ ગુજરાતની આઈ.ટી.આઈ. ના આચાર્યો VGRCના પ્રતિનિધિઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
