સુરત શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકાની દંડનીય કાર્યવાહી, 18 સ્કવોર્ડ દ્વારા ગંદકી કરનારાઓ સામે નજર
Live TV
-
દેશ સહિત રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ સુરતને રોગ મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે કડક પગલાં લીધા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેકનાર, ગંદકી કરનાર, અને જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. અને આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકાએ એક જ દિવસમાં 3 લાખ 24 હજારના દંડની વસૂલી કરી છે.
આ માટે સુરત શહેરમાં 18 સ્કવોર્ડ દ્વારા ગંદકી કરનારાઓ સામે નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સ્ટોક કરનારાઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે.