સુરત શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા મંજૂરી અર્થે મોકલેલા DPને સરકારે મંજૂરી આપી
Live TV
-
મંજૂરી બાદ હવે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બન્ને બાજુ , એક-એક કિલોમીટર સુધી , કામરેજ-પલસાણા કોરીડોર રૂપે , હાઈ ડેન્સીટી ઝોન જાહેર થશે. આ સાથે કામરેજ-પલસાણા કોરીડોરની જમીનોમાં , 4.0 FSI મળવા પાત્ર થશે.
સુરત શહેરના વિકાસ નકસશાનું પ્રાથમિક જાહેરાનામાને , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી છે. સુરત શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા મંજૂરી અર્થે મોકલેલા DPને , સરકારે મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ હવે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બન્ને બાજુ , એક-એક કિલોમીટર સુધી , કામરેજ-પલસાણા કોરીડોર રૂપે , હાઈ ડેન્સીટી ઝોન જાહેર થશે. આ સાથે કામરેજ-પલસાણા કોરીડોરની જમીનોમાં , 4.0 FSI મળવા પાત્ર થશે. સમગ્ર વિસ્તાર માટે ખાસ નગર રચના યોજના બનાવવામાં આવશે. નેશનલ હાઈવેને સમાંતર ,, 30 મીટર અને 45 મીટર પહોળા રસ્તાઓનું આયોજન થશે. ભવિષ્યના વિકાસને ધ્યાને રાખી , પહોળા રસ્તા મળે તેવી જોગવાઇ થશે. આમ સુરત શહેરનો વિકાસ નકશો મંજૂર કરી , મુખ્યમંત્રીએ શહેરને દુનિયાના વિકસતા શહેરોની હરોળમાં મૂકવાની , આગેકૂચ કરી છે.
