પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પાલનપુર ખાતે યોજાશે
Live TV
-
શહેરમાં યુદ્ધ ના ધોરણે અનેકવિધ વિકાસના કામો શરૂ કરાયા છે. શહેર ના ઐતિહાસિક કીર્તિ સ્તંભનું રીનોવેશન, તમામ રસ્તાઓનું નવીનીકરણ, સ્વચ્છતા, રંગરોગાન સહિત ના કામો , શરૂ કરાયા છે. 196 કરોડ ના ખર્ચના , કુલ 512 જેટલા વિકાસ કામો , 26 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરી દેવાશે.
26 મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક , પાલનપુર ખાતે થનાર છે. જેને લઈને સમગ્ર શહેરમાં યુદ્ધ ના ધોરણે અનેકવિધ વિકાસના કામો શરૂ કરાયા છે. શહેર ના ઐતિહાસિક કીર્તિ સ્તંભનું રીનોવેશન, તમામ રસ્તાઓનું નવીનીકરણ, સ્વચ્છતા, રંગરોગાન સહિત ના કામો , શરૂ કરાયા છે. 196 કરોડ ના ખર્ચના , કુલ 512 જેટલા વિકાસ કામો , 26 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારની અનેક ટિમો પણ , જિલ્લા વહીવટી તંત્ર ની તૈયારીઓ પર , નજર રાખી રહી છે. જિલ્લા કલેકટરે આ વિશે માહિતી આપી હતી. બીજી તરફ શહેરમાં ચાલી રહેલ કામો અંગે , શહેરીજનોએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
