ગાંધી મુલ્યોને ઉજાગર કરતી 150 કિમી લાંબી પદ યાત્રાનો પ્રારંભ થયો
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા આયોજિત ગાંધી મુલ્યોને ઉજાગર કરતી 150 કિમી લાંબી પદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ગાંધીજીની 150મી જન્મ જયંતીને લઇને આયોજિત પદ યાત્રાને શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું. તળાજાના મણાર ગામથી શરૂ થયેલી આ પદયાત્રાનું 22મીએ લોક ભારતી સણોસરા ખાતે સમાપન થશે. આ પદ યાત્રામાં ગામેગામ થી યુવાનો જોડાશે. કેન્દ્રીય મંત્રી દ્વારા આયોજીત આ પદયાત્રાના માર્ગ પર બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવી છે. સાથે ગાંધીજીએ આપેલા 11 મહાવ્રત પર દરરોજ બે મહાવ્રત સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીએ બતાવેલા મહાવ્રતો અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતા પર ગહન ચિંતન અને મનન કરવામાં આવશે.
