સુરેન્દ્રનગરઃ કોટન સ્પિનિંગ મિલમાં લાગી આગ, માલનું મોટાપાયે નુકશાન
Live TV
-
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને હાલમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવું જાણવા મળી રહ્યું નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ રોડ પર દોરાની મીલમા ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. રાજગઢ પાસે આવેલ દોરાની કોટન સ્પિનિંગ મિલમાં આગ લાગતા મોટા પાયે નુકશાનની શક્યતાઓ જાણવા મળી રહી છે.
ધ્રાંગધ્રા પાલિકાના બે થી ત્રણ ફાયર ફાયટરો દ્વવારા આગને બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. સુરેન્દ્રનગર, હળવદ અને મોરબીથી પણ ફાયર ફાયટર ટીમને બોલાવાઈ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
