US ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ, IITના વિદ્યાર્થીઓનું પણ મહત્વનું યોગદાન
Live TV
-
ભારત-અમેરિકા વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત કરવામાં ભારતીય વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા છે. IIT જેવી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થામાં અભ્યાસ કરીને અમેરિકા જનારા વિદ્યાર્થીઓ ત્યાંના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિભિન્ન અમેરિકન યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષા સંશોધનના ક્ષેત્રમાં બંને દેશોના સંબંધ પર જુઓ અમારો આ ખાસ અહેવાલ.
21 એપ્રિલ 2005ના દિવસે અમેરિકી સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટીવ)માં એક પ્રસ્તાવ પસાર થયો. જેમાં અમેરિકાની અર્થવ્યવસ્થા અને સામાજીક ઉત્થાનમાં ભારતીયોના યોગદાનને માન્યતા આપવામાં આવી. પ્રસ્તાવ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કે ભારતીય સમુદાયના લોકો ખાસ કરીને IITના વિદ્યાર્થીઓએ કઈ રીતે તમામ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે.
વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ
2 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે
અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં દર પાંચમો વિદ્યાર્થી ભારતીય
અમેરિકી અર્થવ્યવસ્થામાં ભારતીય વિદ્યાર્થીઓનું યોગદાન 8 અરબર ડૉલરથી વધારેઆ પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું કે IITના વિદ્યાર્થીઓ શોધ અને નવાચાર મારફતે ભારત-અમેરિકાની વચ્ચે પારસ્પરિક સહયોગને વધારવા માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. હાલના વર્ષોમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે અમેરિકા જતા IITના વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
પહેલા જ્યારે IITના અડધાથી પણ વધારે વિદ્યાર્થીઓ નોકરી માટે અમેરિકા જતા હતા, ત્યારે આ સંખ્યા ઘટીને 5 ટકાથી 10 ટકા રહી ગઈ છે. જો કે બંને દેશો વચ્ચે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં રિસર્ચનું ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે..
