Skip to main content
Settings Settings for Dark

સોમનાથમાં ત્રિદિવસીય મહા શિવરાત્રી મહોત્સવનું આયોજન

Live TV

X
  • પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય મહા શિવરાત્રી મહોત્સવ યોજાશે. અહીં ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ યોજાશે. મહા શિવરાત્રી ના પાવન પર્વે સતત ૪૨ કલાક સુધી સોમનાથ મહાદેવના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. જેથી લાખો શિવ ભક્તોને દર્શનનો લ્હાવો મળી રહેશે. સોમનાથ ટ્રસ્ટ, સંસ્કાર ભારતી અને ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે પ્રથમ વાર સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં ભવ્ય રાષ્ટ્રીય લોક રંગ મહોત્સવ યોજાશે. જેમાં દેશના મોટાભાગના રાજ્યોના કલાકારો તેમના પ્રાંતની પરંપરાગત કલા રજૂ કરશે. 500 થી વધુ કલાકારો તેમની કલા રજૂ કરી શિવની આરાધના કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply