સુરેન્દ્રનગરના ઝમર નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
Live TV
-
સુરેન્દ્રનગરના ઝમર નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. જેમાં સેન્ટ્રો કારમાં સવાર એક પરિવારના 4 લોકોના મોત નિપજ્યાં છે.. અને એક વ્યક્તિ હજુ પણ ગંભીર છે.. સેન્ટ્રો કારમાં સવાર લોલડીયા પરિવારના 5 સભ્યો માતાજીની માનતા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન આઇસર સાથે સેન્ટ્રો કાર અથડાઇ હતી અને તેમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 1 નું સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે હજી 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આઇસર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટયો છે જેની પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. સાથે નોંધનીય છે કે છેલ્લા 4 દિવસની અંદર લખરત અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા છે.
