‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ’ સમિટ હેઠળ કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા
Live TV
-
કચ્છના ગાંધીધામ ખાતે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T - ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને પોલીસીનું સરળીકરણ છે.
વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે વાત કરતાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ગાંધીધામ ખાતે રાજ્યકક્ષાની વાઈબ્રન્ટ ઈવેન્ટ યોજાય રહી હોય એવી તૈયારીઓ છે. કોઈપણ દેશ એક રાજ્ય સાથે MoU કરે તે અકલ્પનીય ઘટના વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી શક્ય બની છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં વેન્યૂ પાર્ટનર તરીકે દીનદયાળ પોર્ટ, પ્રેઝેન્ટીગ પાર્ટનર તરીકે ડીપી વર્લ્ડે અને નોલેજ પાર્ટનર તરીકે ફોકિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
