સુરેન્દ્રનગરના સરોડી ગામમાં શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી
Live TV
-
શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢની મુલાકાતે પહોંચ્યા. જ્યાં થાનગઢ તાલુકાના સરોડી ગામમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. પ્રવેશોત્સવ દરમિયાન કુલ 37 બાળકો બાલવાટિકામાં, 46 બાળકો ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ કોમ્પ્યુટર લેબ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. ઉપરાંત ગામમાં શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની ટીમ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
