Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરમાં 'DASADA VOTES 2024' કાર્યક્રમ દ્વારા નાગરિકોને મતદાન જાગૃત્તિ અંગે માર્ગદર્શન અપાયું

Live TV

X
  • સુરેન્દ્રનગરના પાટડી ગામમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું

    આગામી લોકસભા ચૂંટણી 2024 ને લઈ વિવિધ મતદાર જાગૃત્તિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિનો અનેરો કાર્યક્રમ 'DASADA VOTES 2024' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પાટડી ગામે સુરજમલજી હાઇસ્કૂલના મેદાનમાં આકાશમાંથી 'DASADA VOTES 2024' વંચાય એ પ્રકારે માનવ સાંકળ તૈયાર કરવામાં આવી હતી. જેની ડ્રોન દ્વારા લેવાયેલા ફોટોગ્રાફસ નગરજનોમાં આકર્ષણ જગાડ્યું હતું. 

    આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કે. સી. સંપટે મતદાન જાગૃત્તિનો અનેરો કાર્યક્રમ 'DASADA VOTES 2024' નું આયોજન કરવા બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને ટીમ પાટડીને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં લોકો દ્વારા વધુમાં વધુ મતદાન કરીને ચૂંટણી પર્વને ઉજવવામાં આવે જેથી લોકશાહીના ચૂંટણી પર્વમાં લોકોની સહભાગિતા વધશે. ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આ લોકશાહીના ચૂંટણી પર્વમાં મહત્તમ મતદારો મતદાન કરી સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. પાટડી ગામે આજે યોજાયેલ 'DASADA VOTES 2024' કાર્યક્રમ મતદાન લોકજાગૃત્તિ કાર્યક્રમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જેનાથી લોકો મતદાન જાગૃતિ અંગે પ્રેરિત થશે.

    ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓ અંગે જાણકારી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. વર્ષ 2022 માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે, તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્યાંગ મતદારો, પોલીસ કર્મચારીઓ અને આર્મી જવાનો માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષરૂપથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે.

    આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, મતદાન હક્ક અને ફરજ બંને છે. મતદાન કરવું એ હક્ક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે. આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડાએ શાબ્દિક સ્વાગત કરી ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપી લોકજાગૃત્તિ થકી વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને અપીલ કરી હતી. તો પ્રાંત અધિકારી જયવંતસિંહ રાઠોરે ટીમ પાટડી ગામ દ્વારા કરવામાં આવેલ મતદાર જાગૃત્તિના વિવિધ પ્રયાસો અંગે જાણકારી આપી મહત્તમ લોકો ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. તે સહિત મામલતદાર જી.પી.પટેલ અને તાલુકા વિકાસ અધિકારી જે. જે. ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply