સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપતના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં કલેકટરે સરકારી બાકી લેણાની વસુલાત માટે ઝુંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણાએ દૂધ સહકારી મંડળીને જમીન ફાળવવા, વિચરતી-વિમુક્તિ જાતિને પ્લોટ ફાળવણી બાબત તેમજ કોરોના વખતે ફાળવવામાં આવેલ રાહત શિબિર ફંડ બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ ડોરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર એન.ડી. ઝાલા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક ડી.એ.ભગલાણી, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
