સૂર્ય નમસ્કાર સ્પર્ધાના અંતિમ તબક્કાની સ્પર્ધા આવતીકાલે યોજાશે
Live TV
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં સૌપ્રથમ વાર યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધાના અંતિમ તબક્કાની સ્પર્ધા આવતીકાલે યોજાશે. મોઢેરાના સૂર્ય મંદિર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ઉપરાંત, રાજ્યમાં ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છ ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી રાજ્યભરમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સ્પર્ધાના વિજેતાઓને આવતીકાલે ૨ કરોડથી વધુ રકમના ઇનામો અપાશે. રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા થનાર ભાઇ અને બહેનને અઢી લાખ રૂપિયા, દ્વિતીય વિજેતાને ૧ લાખ ૭૫ હજાર અને તૃતિય વિજેતા થનારને ૧ લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર અપાશે. ઉપરાંત તમામ ભાગ લેનારને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.