Skip to main content
Settings Settings for Dark

સેલવાસ બનશે વધુ હરિયાળું: પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ 11 લાખ વૃક્ષો ઉછેરવાનો ભગીરથ લક્ષ્યાંક

Live TV

X
  • સેલવાસ બનશે વધુ હરિયાળું: પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ 11 લાખ વૃક્ષો ઉછેરવાનો ભગીરથ લક્ષ્યાંક

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ અને તેની આસપાસના વિસ્તારો ટૂંક સમયમાં પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સમૃદ્ધ અને હરિયાળા બનવા જઈ રહ્યા છે. પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા આ ચાલુ સીઝનમાં 1000 હેક્ટર વિસ્તારમાં 11 લાખથી વધુ વૃક્ષો ઉછેરવાનો એક ભગીરથ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ મહાઅભિયાનની તમામ વહીવટી અને ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

    PM ના વિઝનને વેગ: એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1 લાખ વૃક્ષારોપણ

    આ ગ્રીન કેમ્પેનની સૌથી ખાસ અને ઐતિહાસિક વાત એ છે કે, આ મહાઅભિયાનની ભવ્ય શરૂઆત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રદેશ આગમન ટાણે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1 લાખ રોપા રોપીને કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 'ડિજિટલ ઈન્ડિયા' અને 'ગ્રીન ઈન્ડિયા' ના વિઝનને વેગ આપતા આ કાર્યક્રમે સમગ્ર પ્રદેશના લોકોમાં એક નવો પર્યાવરણીય ઉત્સાહ ફૂંક્યો છે.

    ત્રણ હાઈટેક નર્સરીઓમાં 11 લાખ રોપાઓ તૈયાર

    વન વિભાગે પ્રદેશના ત્રણ મુખ્ય ગામોમાં અત્યાધુનિક અને સમૃદ્ધ સેન્ટ્રલ નર્સરીઓ સજ્જ કરી છે. ફલનડી, વાસોના, રૂદાના .

    આ ત્રણેય નર્સરીઓમાં મળીને કુલ 11 લાખથી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ ઉછેરીને તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે કિંમતી ઈમારતી લાકડા આપતા વૃક્ષો જેવા કે સાગ, સીસમ, મહુડા અને વાંસ તેમજ વિપુલ પ્રમાણમાં ફળાઉ ઝાડોનો સમાવેશ થાય છે.

    આદિવાસી પરિવારોને મળશે 'ગ્રીન કીટ': કુપોષણ મુક્તિ અને રોજગારીનો સમન્વય
    વન વિભાગે 11 લાખ રોપાઓના વિતરણ માળખાને બે મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. આ ઝુંબેશ માત્ર પર્યાવરણ બચાવવા પૂરતી સીમિત નથી, પરંતુ સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય અને રોજગારી સાથે પણ સીધી જોડાયેલી છે.

    સામાજિક વનીકરણ અંતર્ગત આદિવાસી પરિવારોને એક ખાસ 'ગ્રીન કીટ' આપવામાં આવશે.

    ગ્રીન કીટની વિશેષતા:

    આ કીટમાં મોરિંગો (સરગવો), ચંદન, આંબા, ચીકુ, સીતાફળ, જમરૂખ, કેળ, જાંબુ અને ફણસ (જેકફ્રૂટ) જેવા પૌષ્ટિક અને સીઝનલ ફ્રૂટ્સના પ્લાન્ટ્સ સામેલ છે.

    આનાથી પ્રદેશમાં બે મુખ્ય ફાયદા થશે:

    કુપોષણ મુક્તિ: ઘરઆંગણે અને ખેતરમાં જ તાજા, ઓર્ગેનિક અને પૌષ્ટિક ફળો સરળતાથી મળતા થવાથી પ્રદેશમાંથી કુપોષણ નાબૂદ કરવામાં આ યોજના સંજીવની સાબિત થશે. ફળાઉ વૃક્ષોના મોટા પાયે ઉછેરથી આદિવાસી પરિવારો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે, તેઓ આર્થિક રીતે સક્ષમ બનશે અને તેમનું જીવનધોરણ ઊંચું આવશે.

    પંચાયતો મારફતે પારદર્શક વિતરણ
    આ ગ્રીન કીટ છેવાડાના માણસ સુધી સંપૂર્ણ પારદર્શક રીતે પહોંચે તે માટે વન વિભાગે સ્થાનિક ગ્રામ પંચાયતો મારફતે વિતરણની મજબૂત અને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply