Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે રાજ્યવ્યાપી એક્શન

Live TV

X
  • ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે રાજ્યવ્યાપી એક્શન

    ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તેમજ આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે એક બહુ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કડક રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી છે. આ મેગા ડ્રાઇવ દરમિયાન 6 જૂન, સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 609 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

    ધરપકડ કરાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ

    ધરપકડ કરાયેલા લોકોમાં 161 પુરુષો, 323 મહિલાઓ અને 125 બાળકોનો સમાવેશ થાય છે. જિલ્લાવાર વિગતો મુજબ, અમદાવાદ શહેરમાંથી 207 , સુરત શહેરમાંથી 120 , અમદાવાદ ગ્રામ્યમાંથી 64 , ભરૂચમાંથી 61 અને ખેડામાંથી 22  નાગરિકો ઝડપાયા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. 

    શા માટે હાથ ધરાયું 'ઓપરેશન ડેલ્ટા હન્ટ'?

    સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ઓળખ છુપાવીને અથવા નકલી દસ્તાવેજોના આધારે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અંગે ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા હતા. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને ગેરકાયદેસર વસવાટ પર સંપૂર્ણ રોક લગાવવાના ઉદ્દેશ્યથી ગૃહ વિભાગના આદેશ બાદ આ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.

    આ ઓપરેશન હજી પણ ચાલુ છે અને આગામી દિવસોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા મકાનમાલિકો તથા ફેક્ટરી માલિકોના ત્યાં પણ વેરિફિકેશન પ્રક્રિયા કડક કરવામાં આવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply