Skip to main content
Settings Settings for Dark

આગામી 7 દિવસ વરસાદની આગાહી, 12 જૂન બાદ સૌરાષ્ટ્રમાં પલટાશે વાતાવરણ

Live TV

X
  • આગામી 7 દિવસ વરસાદની આગાહી, 12 જૂન બાદ સૌરાષ્ટ્રમાં પલટાશે વાતાવરણ

    ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જો કે, આ વરસાદી માહોલ વચ્ચે પણ આગામી એક સપ્તાહ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, એટલે કે ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેશે.

    દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની શક્યતા

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. જેમાં નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં હળવા વૈભવી ઝાપટાં કે મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    12 જૂન બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદી ઝાપટાં

    દક્ષિણ ગુજરાત ઉપરાંત, આગામી 12 જૂન બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે. સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે, જેમાં મુખ્યત્વે  અમરેલી,ભાવનગર,  ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

    રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત: અમદાવાદ સૌથી ગરમ શહેર

    એક તરફ જ્યાં વરસાદની આગાહી છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરો હજી પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડા પર નજર કરીએ તો 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

    હવામાન વિભાગની સલાહ:

    રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને ભેજના પ્રમાણને કારણે બફારાનું પ્રમાણ વધી શકે છે. આગામી 7 દિવસ તાપમાનનો પારો 41થી 42 ડિગ્રીની આસપાસ જ જળવાઈ રહેશે, જેથી નાગરિકોને ગરમી અને અકળામણથી હજુ સંપૂર્ણ રાહત નહીં મળે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply