Skip to main content
Settings Settings for Dark

સેવા સંકલ્પ અભિયાન હેઠળ વડનગરથી વારાણસી સેવાયાત્રાનો ભવ્ય પ્રારંભ, PM મોદીના 25 વર્ષના સમર્પણની ઉજવણી

Live TV

X
  • પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના અભૂતપૂર્વ સેવા અને સમર્પણની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના મંગળ પ્રારંભરૂપે રાજ્યમાં "વડનગરથી વારાણસી સેવાયાત્રા" બાઇક રેલીનો પ્રારંભ થઈ રહ્યો છે.

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં આ અભિયાન ચાલશે. આ અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 13 સપ્ટેમ્બરથી રાજ્યના 4 મુખ્ય પવિત્ર ધામો ખાતેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યો દ્વારા આ સેવાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

    4 પવિત્ર ધામોથી પ્રસ્થાન અને મંત્રીઓની ઉપસ્થિતિ
     ઉનાઈ માતાજી મંદિર (નવસારી): મંત્રી  જીતુભાઈ વાઘાણી અને મંત્રી  નરેશભાઈ પટેલ
     સોમનાથ: મંત્રી  પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી  કૌશિકભાઈ વેકરીયા
     પાવાગઢ: રાજ્ય મંત્રી  કમલેશભાઈ પટેલ
     શામળાજી: રાજ્ય મંત્રી  પ્રવિણભાઈ માળી અને રાજ્ય મંત્રી  પી. સી. બરંડા

    પ્રથમ તબક્કો: કળશ યાત્રા અને વડનગરમાં મહાઆરતી
    ચાર પવિત્ર સ્થળોએથી પ્રસ્થાન પામેલી બાઇક યાત્રા 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. દરેક યાત્રામાં 25 થી 30 બાઇક સવારો, એક સુસજ્જ LED વાન અને પવિત્ર કળશ રથ જોડાશે.

    17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 500થી વધુ સાધુ-સંતો અને 10,000થી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભાવભરી મહાઆરતી યોજાશે. કળશમાં એકત્રિત પવિત્ર જળથી  હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરાશે.

    બીજો તબક્કો: વડનગરથી વારાણસી પવિત્ર પ્રયાણ
    મહાઆરતી બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ 10 અલગ-અલગ રૂટ પર ‘વડનગરથી વારાણસી’ સેવાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સાથોસાથ વારાણસીથી પણ વડનગર માટે 10 કળશ યાત્રાઓ રવાના થશે.

    આ 20 દિવસીય સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરી, વારાણસી ખાતે બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરીને રાષ્ટ્રના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે. યાત્રાના રૂટ પર રક્તદાન કેમ્પ, વ્યાપક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી વિવિધ જનહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply