સોમનાથ અમૃત મહોત્સવએ આવનારા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા છે: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃત પર્વ – 2026' માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહભાગી થઈ જનમેદનીને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સોમનાથ વિરાસતની સ્મારક ટપાલ ટિકિટ અને રૂ. 75ના મૂલ્યના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 1951 માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ સ્વતંત્ર ભારતની સાંસ્કૃતિક ચેતનાનો ઉદઘોષ હતો. સોમનાથ આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તે પોતાના મૂળિયાં સાથે જોડાયેલું રહે.સોમનાથ પર અનેક આક્રમણો થયા, પરંતુ દર વખતે તે વધુ દિવ્યતા સાથે પુનઃનિર્મિત થયું. તે ભારતની અવિનાશી આસ્થાનું પ્રતીક છે.11 મે 1998 ના પોખરણ પરમાણુ પરીક્ષણ (ઓપરેશન શક્તિ) ને યાદ કરતા તેમણે કહ્યું કે, શિવ સાથે શક્તિની આરાધના આપણી પરંપરા છે.છેલ્લા દાયકામાં કાશી, અયોધ્યા અને સોમનાથ જેવા તીર્થસ્થાનોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળ્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર સદીઓથી ભારતની આસ્થા અને આત્મસન્માનનું પ્રતીક છે. સરદાર પટેલના દ્રઢ સંકલ્પથી થયેલું આ પુનઃનિર્માણ આજે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નવા શિખરો સર કરી રહ્યું છે.આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીઓ, સાંસદ સભ્યો અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ મંદિરની મુલાકાત લઈ મહાદેવની મહાપૂજા અને કુંભાભિષેક પણ કર્યો હતો.
