Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીના રોડ શોમાં ‘જુનિયર બચ્ચન’ આકર્ષણનું કેન્દ્ર: સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ સાથે કર્યું અભિવાદન

Live TV

X
  • ગીર સોમનાથ: સોમનાથના આંગણે પ્રધાનમંત્રી  મોદીને આવકારવા માટે જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

    આ ભવ્ય રોડ શો દરમિયાન ભાવનગરથી આવેલા 'જુનિયર બચ્ચન' તરીકે જાણીતા પિનાકીન ગોહિલે પોતાની ખાસ રજૂઆત દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું.મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા પિનાકીન ગોહિલ સોમનાથ હેલીપેડથી મંદિર સુધીના રોડ શોમાં સોમનાથ મંદિરની એક ભવ્ય પ્રતિકૃતિ સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રતિકૃતિમાં પ્રધાનમંત્રીના તેમના સ્વ. માતૃશ્રી હીરાબા સાથેની તસવીર સહિત સરદાર પટેલ (સ્ટેચ્યુ ઓફ યુનિટી), વીર હમીરજી ગોહિલ અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઝલક દર્શાવવામાં આવી હતી. પિનાકીન ગોહિલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. દેશને પ્રગતિના પંથ પર અગ્રેસર કરવા બદલ તેમણે પ્રધાનમંત્રીના રાષ્ટ્ર ઉત્થાનના કાર્યોની સરાહના કરી હતી.તેમણે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉમટેલી જનમેદનીના ઉત્સાહને બિરદાવ્યો હતો અને લોકોને સોમનાથની પાવન ભૂમિના દર્શન કરવા માટે અપીલ કરી હતી.પ્રધાનમંત્રીના આ રોડ શોમાં પિનાકીન ગોહિલની આ અનોખી કલા અને ભક્તિએ ઉપસ્થિત લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply