સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 49મું અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા સંમેલન યોજાયું
Live TV
-
સંમેલનમાં દેશભરનાં સંસ્કૃતનાં 1100 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહ્યા
ગીર સોમનાથ ના વેરાવળ ખાતે આવેલી ગુજરાતની પ્રથમ અને એક માત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 49મુ અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દેશભરનાં સંસ્કૃતનાં 1100 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સંસ્કૃતનાં વિદ્વાનોએ પોતાના શોધ પત્રો રજુ કર્યા હતા. નિર્ણાયકોએ આ શોધ પત્રો પૈકી ઉત્તમ શોધ પત્રોને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસ્કૃત ભાષા વિશ્વની અતિ પ્રાચીન ભાષા છે. વિજ્ઞાન, આરોગ્ય અને સમાજ શાસ્ત્રની ઊંડાણ પૂર્વકની સમજ સંસ્કૃતમાં મળે છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવુ વિશાળ સંસ્કૃત સંમેલન મળ્યું હતું. 2019 માં આવુ જ સંમેલન નાગપુર ખાતે મળશે. નાગપુર ખાતેના આ સંમેલનની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે.
