Skip to main content
Settings Settings for Dark

ભાવનગર જિલ્લામાં વિકાસ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

Live TV

X
  • કેન્દ્રીય પરિવહન મંત્રી મનસુખ માંડવીયા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું.

    ભાવનગર જિલ્લાના નારી ગામ તળાજા અને ગારીયાધાર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવીયા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા સહિતના મહાનુભાવોએ વિવિધ વિકાસ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં ભાવનગરના કુંભારવાડા ચોકડી નારી ગામ ખાતે રૂપિયા ૮૧ કરોડના ખર્ચે ૧૮ મહિનાના સમય ગાળામાં નિર્માણ થનારા પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ. તેમણે જણાવ્યુ હતું કે ભાવનગર જિલ્લાને પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમ મળવાથી સૌરાષ્ટ્રના લાખો લોકોને આ મ્યુઝીયમમાં પાંચ ગેલેરી મારફતે અનેક પ્રકારની વૈજ્ઞાનિક માહિતી મળશે. તળાજા તાલુકા મથકે તળાજા અને ગારીયાધાર ખાતે નિર્માણ પામેલાં તાલુકા પંચાયત કચેરીના નવ નિર્મિત મકાનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

    મહાનુભાવોએ તળાજા અને ભાવનગર તાલુકાના ગામોની મુલાકાત લઈ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન -૨૦૧૮ સંદર્ભે ચાલતા કામોનું જાત નિરીક્ષણ કર્યુ હતુ.તળાજા તાલુકાના બેલા, રાજપરા, ભાવનગર તાલુકાના ભંડારીયા અને પીથલપુર ગામે તેઓએ તળાવ અને ચેકડેમ ઉંડા કરવાના કામોની જાત માહિતી મેળવીને લોકોને પાણી બચાવવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply