દ્વારકામાં સુજલામ સુફલામ યોજનાનો આરંભ કરાયો
Live TV
-
ભગવાન દ્વારકાધીશ દર્શન કરી મુખ્યમંત્રીએ કર્યો આરંભ.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દેવભૂમિ દ્વારકામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના ભક્તિ ભાવપૂર્વક દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ગઈકાલે બરડીયા ખાતે જળ સંચય યોજનાનું નિરિક્ષણ કર્યું હતું. ઉપરાંત જળ બચાવવા અંગે તેમણે લોકો પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. આ સમયે સાંસદ પુનમબેન માડમ મંત્રી વાસણભાઇ આહીર, કલેકટર, ડીડીઓ સહિત, અગ્રણીઓ હાજર રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મુખ્યમંત્રીએ કાન્હાનું કામ દૂધનું દાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરાકરની હૃદય યોજના અંતર્ગત બેટ દ્વારકાના રૂ.14.43 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું. દ્વારકામાં ચાલતા ધાર્મિક કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
