બોટાદના ખોપાળા ગામે સુજલામ સુફલામ યોજનાનો આરંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જેસીબી સહિતના સાધનોનું કર્યું પૂજન.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોટાદના ખોપાળા ગામે ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કામમાં જોડાયા હતા. તેમણે તળાવ ગાળવાના કામમાં ઉપયોગમાં લેવાત જેસીબી સહિતના સાધનોનું પૂજન કરીને આ કામગીરીની શરૂઆત કરાવી હતી. તેમણે આ કામગીરીમાં જોડાયેલા શ્રમિકોને છાશ વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલ, પૂર્વ મંત્રી આત્મારામ પરમાર, અને ખોપાળા સૌરાષ્ટ્ર જળ ધારા ટ્રસ્ટના સ્થાપક પદ્મશ્રી મથુરભાઈ સવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
