Skip to main content
Settings Settings for Dark

"ખ્વાજા" જહાજે તોફાનમાં લીધી જળ સમાધિ

Live TV

X
  • જહાજમાં 9 ખલાસી હતા સવાર, 4 ખલાસી થયા લાપતા.

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના એક જહાજે ગઈરાત્રે તોફાની હવામાનના કારણે યમન નજીક જળ સમાધિ લીધી હતી. આતે એ ખ્વાજા નામનું આ જહાજ શારજહાંથી કાર્ગો ભરી સિકોતેર બંદર તરફ જતું હતું. જ્યાં ખરાબ વાતાવરણ અને વરસાદને કારણે ડૂબી ગયું હતું. જહાજમાં 9 ખલાસી સવાર હતા. તેમાંથી 5 ખલાસી હાલ સંપર્કમાં છે. જ્યારે 4 ખલાસીનો હજુ કોઈ પત્તો નથી. ઉલ્લેખનીય છે કે, સલાયા બંદરના અન્ય 20 જેટલા વાહન ઓમાનમાં ફસાયેલા છે. દરિયો તોફાની બનતા ઓમાન સરકારે આ તમામ વાહનોને બંદર પર લાગરી દઈ દરિયામાં પરત ન ફરવા આદેશ આપેલા છે. આ જહાજોના કુલ 200 જેટલા ખલાસીઓને પણ ઓમાન સરકારે સલામત સ્થળે ખસેડી દીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply