સુરેન્દ્રનગરમાં ચણાની ખરીદી ટેકાના ભાવે શરુ થતા ખેડૂતોમાં ખુશી
Live TV
-
મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને વેચાણ કરવા માટે પહોચ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામમાં , ચણાની ખરીદી ટેકાના ભાવથી શરૂ થતા , ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા , ખેડૂતો પાસેથી ટેકાના ભાવેથી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને , વેચાણ કરવા માટે અહીં આવી રહ્યા છે. પુરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ખેડૂતોના કહેવા મુજબ અહીં આવવાથી , તેમને ઘણો ફાયદો થાય છે , જ્યારે સમયનો પણ ઓછો બગાડ થાય છે. મૂળી માર્કેટિંગ યાર્ડમાં, પ્રતિદિન 700 જેટલી ગુણી ચણાની ખરીદી કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન થયા બાદ ખેડૂતોના માલનો નમૂનો મંગાવીને , ખરીદી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન , ગુજકોમોસોલના અધિકારી પણ હાજર રહે છે. મહત્વનું છે , કે બજારમાં ચણાના 600થી 650 રૂપિયા મળે છે. જ્યારે મૂળી માર્કેટિંગ યાર્ડમાં , 880 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળે છે. અત્યાર સુધી લગભગ 5 હજાર જેટલી બોરીની ખરીદી કરવામાં આવી છે , અને જ્યાં સુધી વરસાદ ન આવે , ત્યાં સુધી ખરીદી ચાલું રહેશે , તેમ અધિકારીઓએ જણાવ્યું હતું
