મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢના વાડલા ગામના તળાવ ઊંડું કરવાના કામની સમીક્ષા કરી
Live TV
-
વાડલા ગામે તળાવ ઊંડું કરવાથી 11 હજાર લાખ ઘનફૂટ વધુ પાણીનો કરાશે સંગ્રહ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાડલા ગામે તળાવ ઊંડું કરવાના કામની સમીક્ષા કરવા જૂનાગઢ પહોંચ્યા હતા. આ ઉપરાંત વાડલામાં જ સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ યોજાયેલી જાહેરસભામાં હાજરી આપી હતી. અહીં જાહેરસભામાં બોલતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે 11 હજાર લાખ ઘનફૂટ પાણીની સંગ્રહ શક્તિ આપણે વધારી છે, ભારતના સૌથી મોટા જળ અભિયાનની આગેવાની ગુજરાતે લીધી છે.
