સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં હીટવેવની આગાહી
Live TV
-
ગુજરાતના લોકોને આકરી ગરમીથી રાહત મળવાના હાલમાં કોઈ સંજોગો નથી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે , તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે