"સ્ટડી ઈન ગુજરાત": કુવૈત અને દુબઈમાં અપ્રતિમ સફળતા
Live TV
-
ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે તેમજ દેશ-વિદેશમાંથી વિધાર્થીઓને આમંત્રિત કરવા માટે , તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી , તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન , શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના અધ્યક્ષ પદે પૂર્વ મધ્ય દેશોમાં "સ્ટડી ઇન ગુજરાત"ના પ્રથમ અભિયાન અંતર્ગત , રોડ શોનું આયોજન થયું હતું. આ રોડ શોને , કુવૈત અને દુબઈ ખાતે અપ્રતિમ સફળતા મળી છે.
આ રોડ શો દરમિયાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને ઉચ્ચ તેમજ ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ , અંજુ શર્માના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે કુવૈત અને દુબઈની મુલાકાત લીધી હતી. આ બંને દેશોમાં યોજાયેલા એક્ઝિબિશન અને રોડ શૉ દરમિયાન ૧૫૦૦ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષણ વિદો, આચાર્યો, શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો, એમ્બેસેડર્સ અને કોન્સ્યુલ જનરલ ઉપસ્થિત રહ્યા હતા. આ આંતર રાષ્ટ્રીય રોડ શૉ દરમિયાન ૧૭ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં કુવૈતમાં ૬ અને દુબઈમાં ૧૧ એમઓયુ થયાં હતાં. આ દરમિયાન ત્યાં વસતા ભારતીયોએ ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટેના રાજ્ય સરકારના આ પ્રયાસોને બિરદાવીને સંપૂર્ણ સહયોગ આપવા તત્પરતા દર્શાવી છે... અને દુબઈ ખાતે આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર આંતર રાષ્ટ્રીય વિધાર્થી સંમેલનમાં ભાગ લેવા ગુજરાતને પણ આમંત્રણ પાઠવ્યુ છે
