સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન તથા જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પર્વનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગેટ નંબર 4 થી નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-1 સુધી પરેડ યોજવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023નો પ્રારંભ થયો હતો. જે 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં ફોટોગ્રાફી કોમ્પિટિશન, એડવેન્ચર એક્ટિવિટી, ક્વિઝ કોમ્પિટિશન, અને યોગા સહિત વિવિધ રમતો તેમજ અન્ય એક્ટિવિટીઝ યોજાઇ રહી છે.