સ્ત્રી ભૃણહત્યા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરતા CM રૂપાણી
Live TV
-
આખુ વર્ષ 'બેટી બચાવો, બેટી પઢાવો' તરીકે ઉજવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી. ઘટતા જતા સ્ત્રી જન્મદર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે, સ્ત્રી-પુરુષ સંતુલન જાણવવા રાજ્યમાં દિકરીના જન્મને પ્રોત્સાહિત કરવા લોકોને અનુરોધ કર્યો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભાગરૂપે ગાંધીનગરમાં 'બેટી બચાવો,બેટી પઢાવો' જનજાગૃતિ રેલી યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેલીને પ્રસ્થાન કરાવતા સ્ત્રી ભૃણહત્યા મુક્ત ગુજરાતના નિર્માણની નેમ પણ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નારી તુ નારાયણીનો સનાતન ભાવ આપણે સાકાર કર્યો છે. દિકરીઓના ઘટના જન્મદર પ્રત્યે સ્ત્રી-પુરુષ સંતુલન જાળવવા રાજ્યમાં દિકરી જન્મને પ્રોત્સાહિત કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી શરૂ થયેલી રેલી શહેરમાં ફરી હતી, જેમાં 10થી વધુ મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ બાઈકર્સ, મહિલા ઘોડસવાર અને મહિલા બેન્ડ દ્વારા રેલીની આગેવાની કરાઈ હતી.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા, ડેસ્ક