#WomensDay | વહાલસોયી દીકરીને CM રૂપાણીએ 'નન્હી પરી અવતરણ' તરીકે આવકારી
Live TV
-
રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્ય સરકારની અનોખી ઉજવણી, દીકરીના જન્મને 'નન્હી પરી અવતરણ' તરીકે હર્ષોલ્લાસથી આવકારી
વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજ્ય સરકાર અનોખી રીતે ઉજણી કરવામાં આવી છે. મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, અને મહિલા દિવસે જન્મેલી બાળકીઓને 'નન્હી પરી અવતરણ' તરીકે સન્માનિત કરી હતી.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી સિવિસ હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવજાત બાળકીઓને મમતા કીટ, ચાંદીનો સિક્કો, શુદ્ધ મીઠાઈનો સહિત ગુલાબનું ફૂલ આપી સત્કારી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકીને પોતાના હાથમાં લઈને હસતા મુખે આવકારી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આખુ વર્ષ 'બેટી બચાવો, બેટી પઢાવો' તરીકે ઉજવણી કરવાનો નિર્ણય પણ કર્યો છે. નાગરિકોના સહયોગથી આખુ વર્ષ બાળકીઓના શિક્ષણ આપવા માટે ખાસ ઉજવણી કરશે.
આ સાથે જ રાજ્ય સરકારના મંત્રીઓ પણ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓની સરકારી હોસ્પિટલમાં પહોંચી મહિલા દિવસે જન્મેલી બાળકીઓને 'નન્હી પરી અવતરણ' તરીકે હર્ષોલ્લાસથી આવકારી હતી.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક