બીટકોઈનના મામલે ગુજરાતમાં પ્રથમ ગુનો સુરતના સરથાણામાં નોંધાયો
Live TV
-
બીટકોઈનના મામલે ગુજરાતમાં પ્રથમ ગુનો સુરતના સરથાણામાં નોંધાયો
બીટકોઈનના મામલે ગુજરાતમાં પ્રથમ ગુનો સુરતના સરથાણામાં નોંધાયો છે. એમ્બ્રોડરી વ્યવસાય સાથે જોડાયેલા ઉમેશભાઈ જૈને આ મામલે ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદ મુજબ પોતાનું બીટકોઈન એકાઉન્ટ જીમેલ સાથે કનેક્ટ હતું ત્યારે ઈમેલ એકાઉન્ટ હેક કરીને 19 ડિસેમ્બરના રોજ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 11.80 લાખના 0.999 બીટકોઈન બારોબાર ટ્રાન્સફર થઈ ગયા હતા. વેપારીની ફરિયાદના પગલે ક્રાઈમબ્રાંચે પુણાગામના રહેવાસી આરોપી ભાવિક હરખાણીની ધરપકડ કરી છે. જ્યારે અને એક આરોપી ઘનશ્યામને વોન્ટેડ જાહેર કરાયો છે. અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.