આગામી 12 માર્ચથી યોજાશે ગુજરાત બૉર્ડની પરીક્ષા, વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરાયા
Live TV
-
ધોરણ-10 અને 12ની સામાન્ય પ્રવાહ, વિજ્ઞાનપ્રવાહની પરિક્ષા 12મી માર્ચથી યોજાશે.
ગુજરાત માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની સામાન્ય પ્રવાહ, વિજ્ઞાનપ્રવાહની પરિક્ષા 12મી માર્ચથી યોજાશે. ત્યારે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય અને શહેરમાં SSCમાં કુલ 1 લાખ 20 હજાર 539 વિદ્યાર્થીઓ પરિક્ષા આપનાવા છે. ત્યારે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે પરિક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરવામાં આવી છે તે માટે કંટ્રોલ રૂમ ઉપર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં પરિક્ષાને લઇને કોઇ મુંજવણ હોય તો 079-27913264 નંબર પરથી માર્ગદર્શન મેળવી શકાશે. ધો.-10 અને 12ના મળીને કુલ 1 લાખ 94 હજાર 361 વિદ્યાર્થીઓ 140 પરિક્ષા કેન્દ્રો ઉપરથી પરિક્ષા આપશે. જોકે તે માટે ફિ મુદ્દે સ્કુલોને તાકિદ કરી હતી કે કોઇપણ વિદ્યાર્થીની હોલટીકીટ રોકે નહીં.