Skip to main content
Settings Settings for Dark

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા, મત ગણતરી માટે કર્મચારીઓની ટીમો બનાવાઈ

Live TV

X
  • તા.25 જૂન સવાર 9 વાગ્યાથી મત ગણતરીની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી

    ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈને પોરબંદર જિલ્લામાં તા.22ના મતદાન થયું હતું.આજે તા.25 જૂન સવાર 9 વાગ્યાથી મત ગણતરીની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોરબંદર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની ગણતરી પોરબંદરમાં માધવાણી કોલેજ ખાતે રાખવામાં આવી છે. જ્યારે રાણાવાવ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની ગણતરી સરકારી હાઈસ્કૂલ રાણાવાવ ખાતે અને કુતિયાણા તાલુકાની મતગણતરી સરકારી હાઈસ્કૂલ કુતિયાણા ખાતે કરવામાં આવી રહી છે.

    મત ગણતરીની કામગીરી માટે કર્મચારીઓની ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પંચાયત ચૂંટણી શાખા દ્વારા ત્રણેય તાલુકાના ચૂંટણી તંત્રના કર્મચારીઓનું સંકલન કરી ફરજો સોંપવામાં આવી હતી. જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને અધિક કલેક્ટર ના સંકલન હેઠળ પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા. પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આજે પોરબંદર જિલ્લામાં 15 ગ્રા.પંમાં સામાન્ય અને 2માં પેટા ચૂંટણીનું આજે પરિણામ આવનાર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply