Skip to main content
Settings Settings for Dark

સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠમાં રાત્રિ વિશ્રામ કર્યો, પ્રભાતફેરીમાં રહ્યાં ઉપસ્થિત

Live TV

X
  • રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે રાજ્યપાલ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પ્રભાતફેરીમાં ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઢોલ, મંજીરા અને કરતાલની સાથે પ્રભાતફેરીનો માહોલ સંગીતમય અને ઉર્જામય બનાવ્યો હતો. રાજ્યપાલે પણ કરતાલ હાથમાં લઈને  વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસે વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. રાજ્યપાલે ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવેલા આચાર્ય ભવનમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો..

    રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે રાજ્યપાલ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પ્રભાતફેરીમાં ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઢોલ, મંજીરા અને કરતાલની સાથે પ્રભાતફેરીનો માહોલ સંગીતમય અને ઉર્જામય બનાવ્યો હતો. રાજ્યપાલે પણ કરતાલ હાથમાં લઈને  વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રભાતફેરી વિદ્યાપીઠ પરિસરમાંથી પસાર થઈને આસપાસના વિસ્તારોમાં ફરી હતી. 

    પ્રભાતફેરીમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલે રાજ્યપાલનું  સ્વાગત કર્યું હતું. આ પ્રભાતફેરીમાં વિદ્યાર્થીઓની સાથે  કર્મચારીગણ, સામાજિક અગ્રણીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ વગેરે જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply