સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે સાતમી ડિસેમ્બરે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો - દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે સાતમી ડિસેમ્બરે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો - દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળાએ સૌનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ક્રિષ્ણદિપ સિંહ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.