Skip to main content
Settings Settings for Dark

સ્માર્ટ ઓટોમેશન અને નાગરિક સુરક્ષામાં અગ્રણી તરીકે ઉભરતી વડોદરા સ્થિત AI કંપની NIMIT

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં કાર્યરત ‘NIMIT સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ’ કંપની વૈશ્વિક સ્તરે અગ્રેસર બનીને ઉભરી છે.

    નાગરિક સુરક્ષા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ કંપની પોતાની કેટેગરીમાં ક્વોલિટી મેનેજમેન્ટ માટે ISO 9001:2015, પર્યાવરણ માટે ISO 14001:2015 અને ઓક્યુપેશનલ હેલ્થ-સેફ્ટી માટે ISO 45001:2018 પ્રમાણપત્રો મેળવનારી પ્રથમ સંસ્થા બની છે.વર્ષ 2003 માં એન્જિનિયર અમિત શાહ દ્વારા સ્થાપિત આ કંપની આજે મુંબઈ, દિલ્હી અને પટના સહિત દેશના 200 થી વધુ શહેરોમાં કાર્યરત છે. એક નાની પહેલથી શરૂ થયેલા આ એન્ટરપ્રાઇઝમાં આજે 250 જેટલા પ્રોફેશનલ્સ કામ કરે છે અને કંપની વાર્ષિક 20 થી 25 ટકાનો સતત વિકાસ નોંધાવી રહી છે.

    કંપની સ્માર્ટ પ્રીમાઇસીસ, ટ્રાફિક અને પાર્કિંગ મેનેજમેન્ટ, ગેટ ઓટોમેશન અને સ્માર્ટ HRMS જેવા શુદ્ધ AI આધારિત ઉકેલો પૂરા પાડે છે.કંપની USA, UK, સ્વીડન અને રશિયા જેવા દેશોની અદ્યતન ટેકનોલોજીને ભારતીય જરૂરિયાતો મુજબ એકીકૃત કરીને "મેક ઇન ઇન્ડિયા" વિઝનને વેગ આપી રહી છે.કંપનીનું કેમ્પસ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે, જે કુદરતી પ્રકાશ, રેઈનવોટર હાર્વેસ્ટિંગ, 500 જેટલા છોડ અને સોલાર પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.કંપનીમાં મહિલા સશક્તિકરણને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં વિવિધ વિભાગો અને બેક-ઓફિસ મેનેજમેન્ટમાં 25 થી વધુ મહિલાઓ કાર્યરત છે. વર્ષ 2004 માં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા પિંકી સાવંત આજે ચેરમેનના પર્સનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે, જે કર્મચારીઓના વિકાસ પ્રત્યે કંપનીના ભરોસાનું ઉત્તમ ઉદાહરણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply