હવામાન વિભાગની 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Live TV
-
સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં, આજે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો, સૌરાષ્ટ્રમાં, સુરેન્દ્રનગર અને અમરેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
