હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજયમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી કરી
Live TV
-
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજયમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી કરી છે. જોકે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આવતી કાલે મધ્યમ વરસાદનું અનુમાન કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હવામાન વાદળછાયું રહેવાના અનુમાન સાથે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આજે છોટા ઉદેપુર, નર્મદા, તો દક્ષિણ ગુજરાતમાં તાપી, સુરત, વલસાડ અને ડાંગ તેમજ નવસારીમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે. રાજયમાં સરેરાશ વરસાદ 75. 28 ટકા થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વઘુ 103. 49 ટકા વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં સૌથી ઓછો 29 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજયમાં કુલ 27 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. અને કુલ 38 ડેમ હાઇ એલર્ટ ઉપર છે. તો સરદાર સરોવરમાં જળ સંગ્રહ 87. 03 ટકા જેટલો થયો છે.
