હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી
Live TV
-
હવામાન વિભાગ અનુસાર, આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 ઓગસ્ટના રોજ સાબરકાંઠા અને-અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 26 ઓગસ્ટના રોજ ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ડાંગમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે નવસારીના ચીખલી અને છોટાઉદેપુરના ક્વાંટમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણા અને નર્મદાના નાંદોદમાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે, જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદની અનિયમિતતાને કારણે 13 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાઈ છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 70 ટકા ઘટ છે. તો દાહોદ, અરવલ્લી , મહીસાગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદની વ્યાપક નોંધાઈ છે.
