Skip to main content
Settings Settings for Dark

વાજબી ભાવની દુકાનોને હવે જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે

Live TV

X
  • કેન્દ્ર સરકારની યોજના હેઠળ વાજબી ભાવની 15 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં સમાવવામાં આવશે

    વાજબી ભાવની દુકાનોને હવે જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે . કેન્દ્ર સરકારની યોજના હેઠળ વાજબી ભાવની 15 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં સમાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે.  હવે  આ દુકાનોમાં જીવનજરૂરી વસ્તુઓ સસ્તા દરે મળશે. તેમજ અમૂલની ઓર્ગોનિક પ્રોડક્ટ પણ મળશે અને આગામી સમયમાં યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. અમૂલ તરફથી સબંધિત દુકાનદારોને ડીપફ્રીજ, ફ્રીજ, સાઈન બોર્ડ તથા માલસામાન પૂરો પાડવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા સ્મોલ ઇન્ડટ્રી ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI)ના માધ્યમથી સદર 15 વાજબી ભાવના દુકાનદારને દુકાનના અપગ્રેડેશન માટે રૂ. 50 હજારની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply