Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહીના પગલે બોટાદ વહિવટી તંત્ર થયું સજ્જ

Live TV

X
  • રાજયના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહીના પગલે બોટાદ વહિવટી તંત્ર એકક્ષનમાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ કર્મચારીઓ ની રજાઓ રદ કરવામાં આવી અને સ્ટેન્ડ બાય કરાયા છે. રાજયમાં ચોમાસું શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બોટાદમાં તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોએ કંટ્રોલ રૃમ કાર્યરત કર્યા છે તેમજ શહેરમાં અને તાલુકા કક્ષાએ પાણી ન ભરાય તેમાટે નદીઓ તેમજ ગટરો સાફ કરવાની કામગીરી કરવામાં આવી છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમા પણ નદીઓ ની આજુબાજુના વિસ્તારોમા તેમજ નીચાણવાળા વિસ્તારના  લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમાટે તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ કલેકટર દ્વારા જિલ્લાના તમામ કર્મચારીઓની રજા રદ કરવામા આવી છે અને જિલ્લાના તમામ કર્મચારીઓ ને સ્ટેન્ડ બાય કરાયા છે આમ હવામાન વિભાગ ની આગાહી ના પગલે બોટાદ વહિવટી તંત્ર એકક્ષનમા આવી ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply