17 વર્ષનાં અંતરાલ બાદ ફરી રેલ સેવાનો વડનગર ખાતે પ્રારંભ થશે
Live TV
-
ગુજરાતમાં આવેલ ઐતિહાસિક નગરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાા વતન તરીકે દેશ-વિદેશમાં જાણીતા વડનગરનો વૈભવ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વડનગર પ્રાચીન નગરી અને પ્રધાનમંત્રીનું વતન હોવાની સાથે-સાથે વિકાસ-શીલ નગર બની રહ્યું છે. ત્યારે વડનગર ખાતે 17 વર્ષ બાદ ફરી એકવાર રેલવેની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહેસાણા તારંગા બ્રોડ ગેજ લાઇન પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યો છે. તો વડનગર ખાતે વિશેષ રૂપે વિવિધ સેવાઓથી સજ્જ અદ્યતન રેલવે સ્ટેશન નિર્માણ કરાયું છે. આજે આ રેલવે સ્ટેશન પર CCTV કેમેરા, સ્વચ્છ શૌચાલય, સ્ત્રી- પુરુષની અલગ અલગ બેઠક વ્યવસ્થા, દિવ્યંગો માટેની વ્યવસ્થા, પ્રતિક્ષા કક્ષ વગેરે સુવિધાઓ સજ્જ કરાઈ છે. ત્યારે આવતીકાલે ગાંધીનગરથી મહેસાણા, વડનગર, ખેરાલુ થઈ વરેઠા સુધી જે ડેમુ ટ્રેન શરૂ થઈ રહી છે જેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ શુભારંભ કરાવવામાં આવશે. આમ આજે વડનગર પંથકના પ્રવાસીઓ માટે પરિવહનની ઉત્તમ સેવા પ્રાપ્ત થવા જતા સ્થાનિકો, આગેવાનો, ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીના વિકાસ કાર્યો માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
