હસ્તકલાકાર પ્રવિણભાઈ દ્વારા છાણમાંથી બનાવેલી વસ્તુ ડાંગમાં બની પ્રખ્યાત
Live TV
-
છાણમાંથી વાસ ન આવે અને તે લાંબો સમય સુધી ટકી રહે તે માટે સાબુદાણાનું પાણી, સફેદ ગૂગળ ઉમેરે છે
ડાંગમાં હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ પ્રદર્શનનું આયોજન થતું રહે છે. જેમાં ભાવનગરના બોટાદથી આવેલ માટીકામના આર્ટિસ્ટ પ્રવીણભાઈ પ્રજાપતિએ બનાવેલ હસ્તકલાની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
તેમણે સામાન્ય એવા છાણનો ઉપયોગ કરીને હસ્તકલાની અવનવી વસ્તુઓ બનાવી છે. જેનો ઉપયોગ ઘરો, હોટેલ, ફાર્મ હાઉસમાં સુશોભન માટે કરવામાં આવે છે.
આ છાણમાંથી બનેલી વસ્તુઓ, લાંબો સમય ટકી રહે અને છાણામાંથી વાસ ન આવે તે માટે પ્રવીણભાઈ તેમાં સાબુદાણાનું પાણી, સફેદ ગૂગળ ઉમેરી તેની પેસ્ટ બનાવીને છાણા સૂકવે છે. આ છાણાં સુકાય પછી તેમાં અવનવી ડિઝાઈન્સ બનાવે છે.