હિંમતનગર: અત્યાધુનિક એનિમલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન
Live TV
-
800 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો આ અત્યાધુનિક પશુ આહાર પ્લાન્ટ સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોની ઘાસચારાને લગતી જરૂરિયાતોને પૂરી કરશે એટલું જ નહીં પરંતુ રોજગારીની નવી તકો પણ ઊભી કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા અત્યાધુનિક પશુચારા પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સાબર ડેરીની સ્થાપના સ્વરૂપે વાવવામાં આવેલું બીજ હવે વડના વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું છે, જે સાડા ત્રણ લાખથી વધુ પરિવારોને રોજીરોટી પૂરી પાડે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેઓ આજે પશુપાલન સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓને પણ મળ્યાં હતાં, જેમણે તેમને જણાવ્યું હતું કે, સબર ડેરી અને દૂધનાં વ્યવસાયને કારણે જ તેઓ હવે સન્માનપૂર્વક જીવી શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સાબરકાંઠા ડેરી ખાતે સ્થાનિક પશુધનને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રૂ. 210 કરોડનો પશુઆહાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1976માં તેની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં સાબરકાંઠા ડેરીએ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં 2,050 મેટ્રિક ટન પશુઆહારની ક્ષમતા હાંસલ કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે, 1970માં ભારતમાં દર વર્ષે વ્યક્તિદીઠ માત્ર 40 કિલો ગ્રામ દૂધનું ઉત્પાદન થતું હતું, જ્યારે વર્ષ 2023માં દેશમાં દર વર્ષે વ્યક્તિદીઠ 167 કિલો ગ્રામ દૂધનું ઉત્પાદન થતું હતું.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ફિલાવિસ્ટા -2024 સ્ટેમ્પ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને નોંધપાત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળ દાંડી કુટીર મ્યુઝિયમ ખાતે દાંડીકૂચના મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદમાં પણ શેલા લેક એન્ડ પાર્કનું ઉદઘાટન કર્યું હતું.