હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત વિષયક ચિંતન શિબિર યોજાઇ
Live TV
-
ગુજરાત અમર્યાદિત સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ભૂમિ છે. ગુજરાતમાં જાજરમાન પર્વતોથી લઈને શાંત દરિયા કિનારા સુધી સ્થાપત્ય, અજાયબીઓથી લઈને આધ્યાત્મિક સ્થળો અને અભયારણ્યો સુધી દરેક સ્થળોનો ઐતિહાસિક વારસો અને ઇતિહાસ છે. ગાંધીનગરની હૉટેલ તાજ ખાતે “હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત “ વિષયક ચિંતન શિબિર ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આજે યોજાઇ હતી.
ગુજરાત અમર્યાદિત સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ભૂમિ છે. ગુજરાતમાં જાજરમાન પર્વતોથી લઈને શાંત દરિયા કિનારા સુધી સ્થાપત્ય, અજાયબીઓથી લઈને આધ્યાત્મિક સ્થળો અને અભયારણ્યો સુધી દરેક સ્થળોનો ઐતિહાસિક વારસો અને ઇતિહાસ છે. ગાંધીનગરની હૉટેલ તાજ ખાતે “હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત “ વિષયક ચિંતન શિબિર ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આજે યોજાઇ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્ષ્ટિવંત નેતૃત્વ હેઠળ સોમનાથના પવિત્ર યાત્રાધામમાં 2024ની રાજ્યકક્ષાની ચિંતન શિબિર યોજાઈ હતી.જેના પગલે ગુજરાતના પ્રવાસન વિભાગે ભવિષ્યને આકાર આપતી દુરંદેશી વિકાસલક્ષી વ્યૂહ રચના અને પરિવર્તનકારી નિર્ણયના વિઝનને અનુલક્ષીને“હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત” વિષય ઉપર તમામ વિભાગો સાથે મળીને મનોમંથન કર્યું હતું.આ અવસરે મહાનુભાવોના હસ્તે 'વન્યજીવન -ગુજરાતનાં વન્ય પ્રાણીઓ', ‘પ્રવાસનની વિકાસ ગાથા’ તથા ‘ગુજરાત ટુરિઝમ કેલેન્ડર- 2025’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વના પ્રવાસીઓ ગુજરાતમાં વધુ સ્ટે કરે તો, વધુ રોજગારીનું સર્જન થાય અને ગુજરાતનો જીડીપી વધે એવા હેતુ સાથે વિવિધ વિષયો પર સત્રો પણ યોજાયા હતા.
ગુજરાતના તમામ વિભાગો પ્રવાસનને ઉદ્યોગ તરીકે વિકસાવવા સાથે મળીને ટીમ ગુજરાત તરીકે કામ કરે તે જરૂરી છે.આજે પ્રવાસન વિભાગની આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગ, વન અને પ્રયાવરણ ,શહેરી વિકાસ ,પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ,મહેસૂલ, બંદર અને વાહન વ્યવહાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નિર્મલ ગુજરાત ,માર્ગ અને મકાન વિભાગ, જળ સંપત્તિ વિભાગ,શ્રમ અને રોજગાર, રમત ગમત વિભાગ, GRIT,સિવિલ એવિએશન , કુટિર અને ગ્રામોદ્યોગ,GPYVB,TCGL,કૌશલ્ય યુનિવર્સિટી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ પેનલ ડિસ્ક્શનમાં ભાગ લીધો હતો
ગુજરાતમાં પ્રવાસનના સર્વગ્રાહી વિકાસ પર મંત્રી મુળુ બેરાએ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ચિંતન શિબિર એ ગુજરાતની વિકાસયાત્રામાં પાયાના પથ્થર સમાન છે એમ જણાવી કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આપણી ભારતીય ચિંતન પરંપરાને નવું સ્વરૂપ આપીને એક નવો રસ્તો બતાવ્યો. પ્રાચીન કાળમાં દેશના ઋષિ –મુનિઓ આવી જ રીતે ચિંતન કરતાં અને સમાજના કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે વિચારોનું મંથન કરતાં હતા. મોદીએ ભારતીય જ્ઞાન પરંપરાનો આ પ્રવાહ ફરી શરૂ કર્યો અને દેશ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સહ- ચિંતનથી જ સુશાસન લાવી શકાય છે. ચિંતન શિબિરને કારણે જ ગુજરાતની વિકાસ યાત્રાને વેગ મળ્યો, ગુજરાતની વિકાસ યાત્રામાં નવા આયામ ઉમેરાયા અને ગુજરાત એક રોલ મોડલ તરીકે ઉભરીને દેશની સામે આવ્યું.
તેમણે ઉમેર્યું કે, ક્યારેક એક વિચારથી ક્યારેક કોઈ નવતર પ્રયોગનું સર્જન થઈ જાય.. એક વિચારથી લાખો લોકોના જીવન બદલાઈ જાય.. એક વિચારથી સરકારી તંત્રમાં આમૂલ પરીવર્તન પણ આવી જાય. ચિંતન શિબિરના આયોજનથી એ સાબિત થયું છે કે એક ઉત્તમ વિચાર અને તેના સુચારું અમલથી પરીવર્તનને પાંખો મળે છે અને આપણા સાથી અધિકારીઓને નવી આંખો મળે છે.. એટ્લે કે નવું વિઝ્ન મળે છે.. નવો દ્રષ્ટિકોણ મળે છે..
રાજ્ય સરકાર પાસે અનેક વિષયો હોય, મુદ્દાઓ હોય; પરંતુ સોમનાથમાં પ્રવાસન જેવા વિષયને ચિંતનની મુખ્ય ધારામાં લાવવામાં આવ્યો તે જ બતાવે છે કે રાજ્ય સરકાર પ્રવાસન માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારે છે, એમ ઉમેરી મંત્રીએ પ્રવાસન વિષયને મહત્વપૂર્ણ સ્થાન આપવા બદલ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.