૨૦માં ગેમી ડે ની ઉજવણી ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થા કરશે
Live TV
-
ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન દ્વારા પર્યાવરણીય વિચારધારાના લક્ષ્ય સાથે અગામી પહેલી માર્ચના રોજ ૨૦મો ગેમી ડે ની ઉજવણી હોટલ નારાયણી હાઇટસ,ભાટ ખાતે બપોરે ૨-૦૦ કલાકે કરાશે. ગેમીનાં ડાયરેકટર ર્ડો.સંજીવ ત્યાગીએ જણાવ્યું હતુ કે ૨૦માં ગેમી ડેના ઉજવણી કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, તજજ્ઞો, સંશોધકો અને વિર્ધાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતું સ્વચ્છ અને આવનાર પર્યાવરણીય પરિબળો પરે કયા સંશોધનો ક્ષેત્રે કાર્ય કરી શકાય તથા જાગૃતતા અને સુરક્ષાના પર્યાવરણીય વિચારધારાનાં લક્ષ્ય સાથે વિચારોનું આદાન-પ્રદાન અને પ્રેઝન્ટેશન દ્વારા વૈજ્ઞાનિકો અને તજજ્ઞો પોતાની વિચારધારા રજુ કરશે.આ પ્રસંગે પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમાર, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ ઉપસ્થિત રહેશે, તેમજ કાર્યક્રમમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ર્ડો.નિતાશા ખત્રી, શ્રીમતી હર્ષિદા મોદી, પર્યાવરણ ઇજનેર પરેશ ચાવડા, કુ.સ્મૃતિ પટેલ પર્યાવરણ પ્રબંધ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામા આવશે.