1 એપ્રિલ એટલે ગુજરાત BSFનો સ્થાપના દિવસ, ગાંધીનગર ખાતે ઉજવણી
Live TV
-
ગુજરાત બીએસએફએ સ્થાપના પછી બજાવેલી મહત્વપૂર્ણ કામગીરીને લીધે 2017ની બીએસએફ ટ્રોફી ગુજરાત બીએસએફને મળી હતી.
1 એપ્રિલ, 2004ના દિવસે ગુજરાત બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી. તેના 14મા સ્થાપના દિવસની ઉજવણી અનુસંધાને ગુજરાત બીએસએફના આઈજી અજય તોમરે પત્રકાર પરિષદેને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2004 પહેલા ગુજરાત રાજસ્થાન ફ્રંટિયર તરીકે ઓળખાતી હતી. ગુજરાત બીએસએફના હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે સ્થાપના દિનની ઉજવણી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન સાથેની 242 કિ.મીની આંતરરાષ્ટ્રીય સરહદ બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાન સાથે સંકળાયેલી છે. બીએસએફના જવાનો સીમા સુરક્ષા સાથે દેશના વિવિધ વિસ્તારોમાં કુદરતી આફતો અને અન્ય આપત્તિમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે.