Skip to main content
Settings Settings for Dark

11મીએ મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદઘાટન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત આયોજિત ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 26 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ વિશાળ પ્રદર્શનમાં એન્જિનિયરિંગ, સંરક્ષણ અને એગ્રો-ફૂડ જેવા વિવિધ ક્ષેત્રોના 400 થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. ત્યારે આ વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે.

    આ કાર્યક્રમમાં 16 દેશોના 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ઉપસ્થિત રહેશે,,, જે સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુ ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડી,, આ પ્રદેશની નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply